સાત દિવસ વીતી ગયાં હતાં. અને વરસાદ -વાવાઝોડા રુપી આફત પૂર્ણ રીતે થંભી ગઈ હતી. બેભાન અવસ્થામાંથી ભાનમાં આવતી આંખો ધીમે ધીમે પણ પૂર્ણ કોશિશ સાથે ઉચકાયી. ધીમેથી મંદ અવાજો કાન પર પડ્યાં. મંદિરમાં વાગતાં ઘંટારવ પણ સંભળાય રહ્યાં હતાં. અને એક બુલંદ નાદ 'નમામિ નર્મદે ' નો જયઘોષ થતો હતો. આંખો ખુલે એ પહેલાં આ દરેક વાત ધ્યાન પર આવી. લગભગ પાંચેક મિનિટ પ્રયત્ન પછી ખરેખર આંખો ઉચકાયી. આંખો આગળ કેટલાક તદ્દન અજાણ્યા માણસો ઉભાં હતાં. જેમને જોતાં પહેલાં તો ગભરામણ પછી આશ્ચર્યનો ભાવ તેનાં મુખ પર ચોખ્ખો દેખાતો હતો. એ