પલાશ

  • 5.1k
  • 1
  • 2.1k

પલાશ ઃ ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,સઘળી ખીલી છે વનવેલ;ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,ટહુકે મયુર અને ઢેલ !બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.- નરહરિ ભટ્ટ પૂર્વદિશામાંથી સૂરજ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો હતો. પક્ષીઓ લયબધ્ધ અવાજે એના આગમનની છડીઓ પોકારતા પોતપોતાના કામે ચડી રહ્યાં હતાં. શહેરના 'પોશ' એરીઆમાં આવેલા પોશ ફ્લેટ્સના પંદરમા માળના ફ્લેટની ગેલેરીમાંથી રીતુ કોફીની ધીમી ધીમી ચુસ્કી સાથે એ દ્રશ્યને નજરમાં સમાવી લેવાનો પ્રયત્ન કરી રહી હતી. રીતુને નાનપણથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા અનહદ પસંદ હતાં. એ અચૂક એનો લ્હાવો માણે માણે અને માણે જ.વળી સદનસીબે એના ઘરનો વ્યૂ પણ એવો સરસ હતો કે સૂર્યને