દિવસભર આકાશમાં ઘૂમરાયેલો બફારો રાત ઢળી એ સાથે મન મૂકીને વરસવા લાગ્યો હતો અને દિવસભર ઓરડામાં વલોવાયેલી તંગદીલી ઢળતી રાતે દિલકશ જશ્નમાં બદલાઈ ગઈ હતી. 'ચલ, આજ તેરા વેકેશન... ખાના હમ પકાયેંગે...' એમ કહીને કિચનમાં ધસી ગયેલા ઝુઝારે ઉજમ બહાદુરને ખૂણામાં બેસાડી દીધો હતો અને પોતે રસોઈ કરવા લાગ્યો હતો. બેહદ રાહત અનુભવતો છપ્પન પણ ખુશનુમા ચહેરે તેની મદદમાં જોડાયો હતો.