64 સમરહિલ - 57

(240)
  • 9.3k
  • 8
  • 6.4k

ત્વરિતના સવાલનો જવાબ આપ્યા વગર તે ઊભો થયો. તૂટતા કદમે રાઘવ ભણી આગળ વધ્યો. તેની આંખો સજળ હતી. ગાલ પર ક્ષોભની ધૂ્રજારી હતી. ઓરડામાં કારમી સ્તબ્ધતા ઘૂમરાતી હતી. દરેકના ચહેરા પર અજાયબ છળ જોયાનો પ્રચંડ આઘાત તરવરતો હતો. જડબુધ્ધિનો ઝુઝાર પણ ડોળા ફાડીને પ્રોફેસરના ક્ષીણ, ફિક્કા ચહેરાને તાકી રહ્યો હતો. ત્વરિત એટલી હદે બેબાકળો થઈ ગયો હતો કે પ્રોફેસરના પગમાં પડી જવા તત્પર બની ગયો હતો. પોતે કેટલાં વિરાટ અને દુષ્કર કામનો હિસ્સો હતો તેના અહેસાસથી છપ્પન મંત્રમુગ્ધ થઈ ગયો હતો.