સાપ સીડી - 3

(39)
  • 5.5k
  • 3
  • 2.4k

પ્રકરણ ૩યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી. રફીકનું માથું ભમવા માંડ્યું હતું. રાત્રીના નવેક વાગ્યા હતા. સ્ટેશન રોડના છેવાડે અને બજારની વચ્ચે જ આવેલી, ત્રણ માળની બિલ્ડીંગ ના એન્ટ્રન્સથી શરુ કરી કાચના દરવાજા સુધીનો વિસ્તાર એની આંખમાં, જાણે છાપ મારી દીધી હોય એમ કોતરાઈ ગયો હતો. કાચના પ્રવેશદ્વારની ઉપર જગમગતી લાઈટોના બનેલા બોર્ડમાં 'અન્નપૂર્ણા હોટલ' શબ્દો ઝબૂકતા હતા. ગેટ પરના બંને પિલર પર પીળા પ્રકાશવાળી બે મોટી લાઈટો અંદર અને બહાર ખાસ્સો પ્રકાશ ફેંક્તી હતી. ગેટમાંથી પ્રવેશતા જમણી તરફ પાર્કિંગ હતું...તેમાં ત્રણેક ટુ-વ્હીલર અને એક કાર પાર્ક થયેલી પડી હતી. બે-ચાર બે-ચાર ગ્રાહકો આવ-જા થતા હતા, કોઈ કપલ પ્રવેશતું