(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકા પાસે લગ્નનોં પ્રસ્તાવ મૂકે છે ગિરિકા ના પાડે છે હવે આગળ....) બે ઘડી શ્વાસ લઈ ગિરિકા ફરી બોલી, " અર્ણવ, તારા વિનાનું જીવન હું કલ્પી પણ ન શકું હવે, તો પણ આ કલ્પનાને આપણે સાકાર કરવાની છે. પ્રેમ એટલે પામવું જ નહીં. સાથે રહીશું તો આપણો પ્રેમ એક દિવસ ખતમ થઈ જશે, હું તો અનંત પ્રેમને જીવવા માંગુ છું. તું શ્વાસ લે ને હું ધબકાર ભણું એવો પ્રેમ. માધ્યમ કદાચ કોઈ નહિ હોય આપણી વચ્ચે તો પણ આપણે જીવીશું એકબીજા માટે. તારી ને મારી દુનિયા અલગ છે, હું ધૂળનું ફૂલ છું ને તું