ધરતીનું ઋણ - 10 - 1

(35)
  • 2.8k
  • 5
  • 1.3k

કરાંચીની તે રાત ધમાલભરી હતી. કેદીઓને પકડવા માટે આખી રાત ચારે તરફ કરાંચીની પોલીસ ઘૂમતી રહી. ચારે તરફ નાકા-બંધી કરવામાં આવી હતી. કરાંચી પોર્ટ પર સિક્યુરિટીને સખ્ત કરવામાં આવી હતી. ઇ.આફ્રિદીએ આખી રાત ખૂબ જ ધમપછાડા કર્યા. પણ તે હાથ પછાડતો રહી ગયો, કેદી તો શું તેના હાથમાં ચકલુંયે ન આવ્યું. રાત્રીના ઇમારતમાંથી છટકીને સૌ દોડતા-દોડતા ઇમારતના પાછળના ભાગમાં આવ્યા. ત્યાંથી સીધા જ દોડતા-દોડતા તે સડક પાસે પહોંચ્યા જ્યાં કદમનો તે ટેક્ષી ડ્રાઇવર ટેક્ષી લઇને ત્યાં તેઓની વાટ જોતો હતો.