ધરતીનું ઋણ - 8 - 1

(37)
  • 2.9k
  • 9
  • 1.3k

જેલમાં ધમા-ધમી મચી ગઇ હતી. જેલરની રાડા-રાડ સાથે સાયરનનો તીવ્ર અવાજ ચારે દિશામાં ગુંજતો હતો. કેદીઓ છટકી ગયા હોવાથી જેલર ગુસ્સાથી લાલ-પીળો થઇ ગયો હતો. ગુસ્સાથી તેની આંખોના ડોળા લાલ-ચોળ અને ભયાનક બની ગયા હતા. ગટરની ચેમ્બર્સના દરવાજા ખોલવામાં આવ્યા પણ ત્યાં સુધી કેદીઓ ઘણા આગળ વધી ગયા હતા. જેલરને ખબર હતી કે તે લોકો હવે ક્યાંથી બહાર નીકળી શકે.