શુક્રવાર, તા.11-3-2011 અચાનક જાપાનમાં ભયાનક ભૂકંપ આવ્યો અને ઉત્તર જાપાનનાં કેટલાંય શહેર ધણધણી ઊઠ્યાં. ભૂકંપની તીવ્રતા 8.9 ની હતી. લગભગ એકસો પચાસ વર્ષ બાદ આટલો ભયાનક ભૂકંપ આવ્યો હતો. લોકો પોતાના પગ પર સ્થિર રહી શકતા ન હતા. કેટલાંય મકાનો, ઓફિસો તૂટી પડતા દેખાતા હતા. એટલાથી પૂરું ન થયું અને જાપાનમાં દરિયામાં અચાનક ઊંચી-ઊંચી લહેરો ઊઠવા લાગી. ત્યારબાદ ભયાનક તબાહી સાથે સુનામીનું આગમન થયું અને કાળો કેર વરતાઇ ગયો.