પ્રેમ અંગાર - પ્રકરણ : 10

(65)
  • 4.2k
  • 7
  • 2.2k

પ્રકરણ : 10 પ્રેમ અંગાર સાંજે શરદમામા સાથે શાંતિથી બેસી વિશ્વાસે બધી જ ચર્ચા કરી લીધી. આવતી કાલે હિંમતનગર આઈ.ટી.ની કોલેજમાં જઈને એડમીશન લઈ લેવું. આચાર્યશ્રી સાથે વાત થઈ ગઈ છે એ પણ સીધા કોલેજ આવી જશે. આવતી કાલે આમ બધું કામ નિપટાવવાનું નક્કી થઈ ગયું વિશ્વાસ જાબાલી સાથે જઇને મોબાઇલનું સીમ લઈ આવ્યો અને ચાલુ થવાની રાહ જોવા લાગ્યો. ત્યાં સુધી જાબાલી અને વિશ્વાસ ગામમાં પોતાનાં મિત્રોને મળી આવ્યા. બધાને મોં મીઠું કરાવ્યું અને વિશ્વાસે ગામનાં વડીલો-સરપંચ વિગેરેનાં આશીર્વાદ લીધા. વિશ્વાસે આસ્થાને ફોન કર્યાં. પોતાનો મોબાઈલ નંબર આપ્યો. આસ્થાને કહે લખી લે. આસ્થા કહે