પ્રકરણ : 8 પ્રેમ અંગાર શરદભાઈ, મનહરભાઈ, મનિષાબેન, સૂર્યપ્રભાબહેન અનસૂયાબહેન બધાજ છોકરાઓ ગયા પછી બધું પરવારી પાછળ પાછળ ચાલતા જવા નીકળ્યા. ચાલતા વાતો કરતા ટેકરી તરફ આવી ગયા. એમણે વિશ્વાસ અને અંગિરાને પાછા ઉતરતા જોયા અને શરદભાઈએ બૂમ પાડી વિશ્વાસ અંગિરા, ઇશ્વા જાબાલી ક્યા છે? વિશ્વાસ કહે હા એ લોકો આવી જ રહ્યા છે અમે જરા ઝડપથી ઉતરી આવ્યા. શરદભાઈ ને બધા ટેકરીથી આગળ ચાલતા ચાલતા કહે આગળ કે ઉપર ચઢાણ કરવા છે ? સૂર્યપ્રભાબહેન જવાય એવું હોય તો ચાલો પણ ખૂબ ઉપર નહીં જઈએ. બધા કહે ચાલો ચાલો થોડે જઈને જોઈને પાછા ઉતરી જઈશું એ લોકો બધા એકબીજાનાં