પ્રકરણ - 20 પ્રેમ વાસના કર્નલ થોડાં ઢીલા પડ્યાં. સખારામને સાંભળીને કંઇક વિચારમાં પડ્યાં. વૈભવીને ગળે વળગાળી અને આશ્વાસન આપતાં હતાં અને વૈભવનો ફોન આવ્યો. બધાં વિચારમાં પડ્યાં અત્યારે ફોન ? વૈભવીએ ફોન ઉપાડ્યો અને પૂછયું "વિભુ અત્યારે ? વૈભવે પહેલાંજ પૂછ્યું "ત્યાં બધુ બરાબર છે ? મને ગભરામણ થઇ ઊંઘ ઉડી ગઇ અને ચિતાં થઇ તને કોઇ તકલીફનો એહસાસ થયો અને સમયનાં જોયો સીધો ફોન કર્યો. વૈભવીથી વાત કરતાં જ ડૂસ્કૂ નંખાઇ ગયું. એનાંથી એટલું જ બોલાયું વિભુ કંઇ ઠીક નથી વિભુ તુ અંહી આવી જા. કર્નલે એના હાથમાંથી ફોન લઇ કીધું. "કંઇ ચિંતા ના કરીશ અત્યારે