પ્રેમ વાસના - પ્રકરણ - 19

(226)
  • 5.7k
  • 11
  • 3.8k

પ્રકરણ - 19 પ્રેમ વાસના વૈભવીની મંમીએ જોયું કે લાઇટો ગઇ છે. રૂમની બારીઓ ખોલી નાંખી મચ્છરદાની બાંધી રાખી. એ બેડ પાસે આવ્યાં તો એમણે વૈભવીને કણસતી જોઇ એ બોલી રહી હતી કે ના મને ના અડ છોડ મને.... એમણે વૈભવીનાં ચેહરાં સામે જોયું અને એમનાથી મોટેથી ચીસ નંખાઇ ગઇ. વૈભવીની આંખો બંધ હતી પરંતુ એ સતત બબડી રહી હતી એની છાતી ખૂબ ઝડપી ઊંચી નીચી થઇ રહી હતી. એને જાણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી. એનાં આખાં ચહેરા પર ખૂબ પ્રસ્વેદ બિંદુ છવાયેલાં હતાં ચહેરો જાણે સાવ કાળો પડી ગયો હતો. મનીષાબહેને જોરથી ચીસ પાડીને