મુહૂર્ત - (પ્રકરણ 25)

(244)
  • 5k
  • 12
  • 2.3k

મારી આંખો ખુલી ત્યારે હું એક બેડ પર સુતો હતો. મારી પાંસળીઓ સાથે એક વાદળી રંગનું નાનકડું મશીન લાગેલુ હતું. મારો અંદાજ સાચો હતો એ લોખંડના રોડથી મારી પાંસળીઓ તૂટી ગઈ હતી અને ફેફસાને શ્વાસ ઉરછવાસની ક્રિયામાં મદદ માટે એ મેડીકલ ડીવાઈઝ મારી પાંસળીઓ સાથે લગાવવા આવ્યું હતું. મારા કોલેપ્સડ લગ્સને એ મશીનની મદદ સાથે પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સૌથી સીરીયસ ઈજાઓ મારા માથાના ભાગે થઈ હતી. મારી પીઠમાં પણ ફેકચર થયું હતું એમ મને ડોક્ટર કહે તો મને નવાઈ થાય એમ ન હતી. પણ કદાચ હું લકી હતો કે હું એક નાગ હતો. મારામાં દર્દ સહન