મુહૂર્ત - (પ્રકરણ 23)

(170)
  • 3.8k
  • 8
  • 2.2k

હું હજુ કઈ સમજ્યો નહી. મેં વિવેક તરફ જોયું પણ વિવેક ત્યાં ન હતો.. મેં આમ તેમ જોયું.. મને વિવેક દેખાયો એના હાથમાં એ જ છરી હતી જે વિહાને તેના પેટમાં ઉતારી દીધી હતી.. એના પેટ પર એ છરીનો કોઈ જખમ કે નિશાન ન હતું.. વિવેક એ છરી વડે રેયાંસના બે સાથીઓ સાથે લડી રહ્યો હતો. એમની સાથે લડી રહ્યો હતો કહેવા કરતા એમને મારી રહ્યો હતો કહેવું સારું રહેશે કેમકે એ બેમાંથી એકેયને પ્રતિકાર કરવાનો મોકો જ મળ્યો ન હતો. શું ચાલી રહ્યું છે એ સમજાય એ પહેલા જ એ બંને વિવેકની છરીનો ભોગ બની ચુક્યા હતા. “કપિલ, તારી