અમે નયનાના ઘરના એકદમ પાછળના ભાગે પહોચી ગયા હતા. રાત વધુને વધુ ઘેરી બની રહી હતી. કોઈ સામાન્ય માનવ માટે એ અંધકારમાં જોઈ શકવું અશક્ય હતું પણ એક નાગ હોવાને લીધે મારી પાસે અંધારામાં પણ જોઈ શકવાની શક્તિ હતી માટે એ આછી ચાંદનીમાં પણ મને નયનાના ઘર પાછળનો એ ગાર્ડન દેખાવા લાગ્યો જ્યાં મેં પહેલીવાર નયના સાથે વાત કરી હતી. બસ ત્યારે દિવસ હતો અને આ વખતે રાત. એ સમયે નયના મારી સામે હતી અને હું એને સર્પદંશથી બચાવી શક્યો હતો આ વખતે...? મેં એક નજર આકાશ તરફ કરી. ચંદ્ર હળવી ગતિએ આગળ વધતો હતો. એના આછા કમજોર કિરણો વૃક્ષોની