સાપ સીડી - 2

(50)
  • 5.2k
  • 3
  • 2.6k

પ્રકરણ ૨ઝેર તો પીધા છે જાણી જાણી સાધુને આમ તો ભૂખ અને તરસ પર નિયંત્રણ હતું, છતાં મધ્યાહનના સમયે પરમેશ્વરે પોતાના માટે અન્ન જળની વ્યવસ્થા કરી જ હશે તેવી શ્રદ્ધાને ફળતી જોઈ તેમના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપેલી હતી. જો આ છોકરો ન આવ્યો હોત તો સાધુનો મૂળ ઈરાદો, સ્ટેશને ઉતર્યા બાદ, સ્ટેશન રોડ પર જ આવેલી પોતાના વર્ષો જુના પરિચિત મિત્ર એવા ગીધા ની એટલે કે ગિરધરભાઈ શોધ કરવાની હતી. ગીધો મળી જાય તો થોડી જૂની યાદો તાજી કરી, થોડી ઘણી આર્થિક સગવડ કરી, પોતાને ગામ રતનપર ઉપડી જવાનો હતો. સાધુને આ સ્ટેશન પરિચિત હતું. એના ભૂતકાળની યાદોમાં આ સ્ટેશનનો