ઓર્કિડ...

(61)
  • 3.1k
  • 5
  • 1.2k

"બેનાઉલિમ સાઉથ goa, સવારના સાડા પાંચ વાગ્યાનો સમય.....!"એક ભવ્ય વિલાની અંદર અલાર્મ વાગી રહ્યું હતું. સુંદર સપનાઓની ઊંઘ તોડીને એક ૬૦ વર્ષનો વૃદ્ધ પુરૂષ ઉભો થયો. ઘડિયાળ સામે જોયું.."જલ્દી તૈયાર થવું પડશે નહીં તો આજે પણ મિસ થઈ જશે....!"કંઈક આવું બબડીને તે તરત તૈયાર થવા માટે ઉભો થયો. તેનું "રાલ્ફ લોરેન બ્લેઝર" વૃદ્ધાવસ્થાને સંપૂર્ણ રીતે હાઇડ કરી લે એટલું સક્ષમ હતું. બે સેકન્ડ માટે તે અરીસામાં પોતાને જ જોઈ રહ્યો. હાથમાં રોલેક્સ વોચ પહેરી ઝડપથી પોતાના વિલાની બહાર નીકળી પોતાની "રોલ્સ રોયસ ડાઉન" કારમાં બેઠો. બાજુની સીટ પર તેણે નજર નાખી......અને,એક નિસાસા સાથે કાર સ્ટાર્ટ કરી તે આગળ વધ્યો. આ ૬૦ વર્ષનો વ્યક્તિ એટલે રોબર્ટ ડિસુઝા. ગોવા