કર્ણાટકનાં મંદિરો અહીંના મંદિરોના ઘુમ્મટ સીધા પિરામીડ આકારના, રંગબેરંગી અને વચ્ચે વચ્ચે ગોખલાઓમાં મૂર્તિઈ વાળા હોય છે. મુરતુઓ ગાય પર કે ઊંટ પર બેઠેલી , હાથમાં ખડગ કે તલવાર જેવું શસ્ત્ર ધારણ કરેલી અને કેટલીક મૂર્તિઓ મોભ કે સ્લેબના બહાર નીકળતા છેડાને હાથથી આધાર આપતી જોવા મળે છે.મંદિરના દ્વારપાળ તરીકે માતાજીના મંદિરની બહાર સુંદર વસ્ત્રાલંકારો સાથે, મોટી અણીદાર આંખો અને ધ્યાન ખેંચે તેવા ગોળ, પુષ્ટ સ્તનમંડળવાળી સ્ત્રીઓ હોય છે. તેમના હાથમાં બહાર હોય તો ઊંધો દંડ કે ઊંઘી ગદા હોય છે પણ મંદિરની અંદર કે ક્યાંક મુખ્ય દ્વાર પર હાથમાં દીપમાળ લઈ ઉભી હોય છે.મંદિરની પગથી પાસે જરૂરથી પેઇન્ટેડ, ફૂલો અને