બ્રેક વિનાની સાયકલ - ઘરવાળીને કંઈ કહેવાય ?

  • 4.1k
  • 2
  • 1.8k

ઘરવાળીને કંઈ કહેવાય ?ભેરુડાંઓ ભેળાં મળીને ગરબે ઘૂમતા હતા. જુવાની હિલોળે ચડીને ગરબે રમતી હતી. ત્યારે જીગલાના પડોસમાં રહેતાં ગોલુકાકા નિવૃત્તિ પછી જ્યોતિષ જોવાનું પુસ્તકમાંથી શીખતા હતા. અધૂરો ઘડો છલકાય એ ન્યાયે ગોલુકાકા વાંચેલી વાતો પ્રમાણે જે મળે તેને ત્રિકાળ જ્ઞાન આપતા રહે. આજે રાત્રે ગરબે ઘૂમતા ગોલુકાકાને જીગલો હાથ લાગ્યો.. જીગલા સામે તાકી તાકીને જોયા પછી બોલ્યાં: “મને જીગલા તારી ભ્રુકુટી નિહાળ્યા પછી તારા ૩૦૦ વર્ષ પહેલાનું અનુસંધાન થાય છે. ત્રણસો વર્ષ પહેલાં તું શું કરતો હતો એની ભનક મને વર્તાવવા લાગી છે. ત્યાં જ ઉભો રહેજે. આ બધી વાત આજે અને અત્યારે જ છતી કરું છું.”જીગલો કહે: “મારા