મીનાબેન ઠાકોરજીની સેવા કરતા કરતા ભૂતકાળમા સરી ગયા, એમને બળવંતરાયનો ગરમાગરમ મગજ યાદ આવ્યો, હા, બળવંત રાયનો ગુસ્સો આખા પરિવારમા અળખામણો હતો. એવુ નહોતુ કે બાકીના સભ્યો બરફના બનેલા હતા, સમયાંતરે ગુસ્સો તો માણસને આવે એવુ માની નાના મોટા કારણો મળે ત્યારે એમના બન્ને દીકરાઓ પણ ગુસ્સો કરી લેતા. પરંતુ પિતાજીની સરખામણીમાં એ કાંઇ ના કહેવાયમીના બેન, બળવંત રાયના પત્ની આટલા વર્ષે પણ તેમના ગુસ્સાથી સહેમી જતા, રડી પડતા અને ક્યારેક એક બે દિવસ નીમાણૂ મોં લઇને ફરતા. ખાસ કરી ને બબ્બે વહુ આવ્યા પછી આ ફજેતો તેમને અસહ્ય લાગતો.ક્યારેક થતુ કે એ બધુ છોડીને જતા રહે. પણ, જાય તો ક્યાં