વ્યક્તિત્વનો નિખાર

(12)
  • 8k
  • 5
  • 2.8k

સમાજમાં માણસને મળતા માન, સન્માન અને પ્રતિષ્ઠા, એના કાર્યો, ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઉપર નિર્ભર હોય છે. જીવનમાં સફળતા માટે ઉચ્ચ ચારિત્ર્યની સાથે સાથે આકર્ષક વ્યક્તિત્વ પણ મોટો ભાગ ભજવે છે. એક જેવી લાગતી બે બાબતો - ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. ચારિત્ર્ય માણસના આંતરિક સૌન્દર્ય સાથે તો વ્યક્તિત્વ એના બાહ્ય દેખાવ અને ચાલચલગત સાથે સંબંધ ધરાવે છે. માણસનું વ્યક્તિત્વ દેખાય છે, ચારિત્ર્ય દેખાતું નથી મહેસૂસ કરી શકાય છે. ચારિત્ર્ય સહજ પ્રાકૃતિક છે, માનવ સ્વભાવ સાથે ગુંથાયેલું હોય છે. વ્યક્તિત્વ સહજ હોઇ શકે કે બનાવટી હોઇ શકે છે. માણસ પોતાના સારા વ્યક્તિત્વથી બીજાને આકર્ષી શકે પરંતુ ખરૂં મુલ્યાંકન