બહાર

(49)
  • 2.5k
  • 2
  • 1k

ટ્રીન..... ટ્રીન.. ફોનની ઘંટડી વાગી. “ હલો ” રૈનાએ ફોન ઉપાડ્યો. “ રૈના તું જલ્દી મારા ક્લીનીક પર આવી જા. અમિતનો રીપોર્ટ આવી ગયો છે.” સામે છેડે રૈનાની એકદમ નજદીકની મિત્ર ડૉ.લીપી હતી. “ શું આવ્યો ? ” રૈનાએ ઉત્સુકતાથી પુછ્યું. “ તું જલ્દી ક્લીનીક પર આવ શાંતિ થી વાત કરીએ..” એવો તે શું રીપોર્ટ આવ્યો હશે ? રૈના ક્લીનીક પર પહોંચી. એણે રીપોર્ટ જોયો. એના માન્યામાં ના આવ્યું કે અમિત પોતાની સાથે આટલી મોટી છેતરપીંડી કરી શકે. એની આંખમાં આંસુ આવી ગયાં. “ રૈના લગ્ન પહેલાં તને આની જાણ નહોતી ? ” “ના. મને તો કંઈજ સમજાતું નથી કે