રુખીનો હરખ

(19)
  • 2.4k
  • 2
  • 816

ચાર રસ્તા પર સળસળાટ દોડતા વાહનોને લાલ સિગ્નલ મળતા જ ચારેય રસ્તાઓ કીડીયારાની માફક પોતાનામાં વ્યસ્ત રહેતા માનવીઓના ટોળાથી સંપૂર્ણપણે ઉભરાય ગયો. ચોમેર વાહનોના ધુમાડે વાતાવરણને ઘેરી લીધું અને સાથોસાથ કર્કશ અવાજોએ માનવીઓને સવારની પહોરમાં પ્રસન્નતાને બદલે બેચેન કરી મૂક્યા. રાહદારીઓ ફૂટપાથ પર રહીને વાતચીત કરતા કરતા પોતાની મંજિલે પહોંચવા ઉતાવળી ચાલે ચાલતા તો કોઈ બેપરવાહ બનીને ચાલતા.ઘણાં ગીત, ભજન કે દોહા લલકારતા પંથ માપતા તો ઘણા છત્રછાયા વિહોણા માનવીઓ ટૂંટિયુંવાળીને ફૂટપાથની ધારે સુતા તો કોઈ વળી દાંતણપાણી પતાવામાં જોતરાઈ ગયેલા. સૂરજ પણ આજ ટોળાનો મહેમાન હતો પણ એનું પ્રદુષિત થતાં વાતાવરણે