"બસ...બસ... એ પીળા કલરનું રેડ એરોવાળું વિરાજ ઇન્ડસ્ટ્રીઝનું બોર્ડ છે ને,ત્યાં જ રીક્ષા અટકાવજોને." ઈશાનાએ મોળાં પહોંચ્યાની હળવી અધીરાઈ દેખાળતાં કહ્યું.""હા મેડમ , તમે મને પાંચ વાર એ જ સરનામું આપ્યું છે એટલે હું તને ત્યાં જ પહોંચાડવાનો છું." મેલો-ઘેલો શર્ટ પહેરેલા લઘર-વઘર ગામડીયા જેવાં લાગતાં રિક્ષાવાળાએ ગોરી ત્વચા અને પિંગરી આંખોવાળી ઈશાના સામે ત્રાસી આંખે જોતાં-જોતાં પોતાનાં પાન ચાવેલાં આછા લાલ દાંતને સહેજ અમથાં ભીંસીને સહજ ગુસ્સો દેખાડ્યો. રિક્ષાવાળાનો એ આછડતો ગુસ્સો જોઈને ઈશાનાની નજર સામે સાતેક વર્ષ પહેલાંનો ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો છતાં પોતાની કાળજીથી લીપાયેલો પ્રેમાળ ચહેરો તરવરી ઉઠ્યો અને ન ચાહવાં છતાં એ ભૂતકાળમાં સરી પડી." એય