વન્સ અપોન અ ટાઈમ - 47

(172)
  • 8.8k
  • 19
  • 6.3k

વચ્ચે અટકીને પપ્પુ ટકલાએ વધુ એક બ્લેક લેબલ લાર્જનો ઓર્ડર આપ્યો. આ એનો ચોથો પેગ હતો. ચેઈન સ્મોકર પપ્પુ ટકલાએ વધુ એક ફાઈવફાઈવફાઈવ સળગાવતાં કહ્યું, ‘આ ટાઈગર મેમણ વિશે થોડી વાતો તમારા વાચકોને કહેવા જેવી છે. ઈબ્રાહિમ ઉર્ફે મુસ્તાક ઉર્ફે ટાઈગર મેમણ ઊંધી ખોપડીનો જુવાનિયો હતો એટલે એને સીધા ધંધામાં ક્યારેય રસ પડ્યો નહોતો. કચ્છી સુન્ની મુસ્લિમ અબ્દુલ રઝાક મેમણના ઘરે જન્મેલો મુસ્તાક ઉર્ફે ટાઈગર બી.કોમ. થઈને મેમણ કો-ઓપરેટિવ બેંકમાં કલાર્ક તરીકે નોકરીએ વળગી ગયો હતો.