અંગારપથ. - ૧૬

(254)
  • 8.6k
  • 11
  • 6.4k

અંગારપથ. પ્રકરણ-૧૬. પ્રવિણ પીઠડીયા. ચા નો ગ્લાસ હાથમાં લઇને તેણે એક ચૂસકી મારી અને પોલીસ ક્વાટરનાં તોતિંગ દરવાજાને તાક્યો. વહેલી સવારનો અંધકાર ભર્યો માહોલ હતો એટલે ક્વાટરની અંદર અત્યારે કોઇ ચહેલ-પહેલ વર્તાતી નહોતી. એકલ-દોકલ રડયાં ખડયાં દૂધવાળા કે પેપર નાંખવાવાળાઓની અવર-જવર સિવાય આ તરફનો રોડ બિલકુલ શાંત હતો. છતાં તે એકદમ સતર્ક થઇને ચારેકોર નજર નાંખી રહ્યો હતો. ઈન્ડિયન ફોર્સનો તેનો અનૂભવ કહેતો હતો કે જ્યારે વાતાવરણ એકદમ ખામોશ અને શાંત જણાતું હોય ત્યારે વધારે સાવધ રહેવું જોઇએ કારણ કે મોટેભાગે એ ખામોશીમાં જ કોઇ મોટા ધમાકાનો આગાઝ છૂપાયેલો હોય છે. “બીજી ચાય લેશો સાહેબ?” ચા વાળાનાં પ્રશ્ને