પ્રેમ અંગાર - પ્રકરણ : 6

(75)
  • 5.2k
  • 8
  • 2.6k

પ્રકરણ : 6 પ્રેમ અંગાર વિશ્વાસ એને બજારનાં રસ્તાઓમાંથી કાઢી બહાર મંદિર પાછળ થોડેક દૂર અહીં તળાવનાં કિનારે લઈ આવ્યો કહે અહીં તમારા શહેર જેવા રસ્તા બજાર મોલ નથી પરંતુ અમારા માટે આ ડુંગરા તળાવ ઝરણાં નદી બધું જ ગમતું બસ કુદરતી આ તળાવમાં રહેલા આટલા તાજા ખિલેલા વાસ્તવિક કમળ જોયા છે કદી ! એની સુંદરતા જ કંઇક અનેરી છે. તમારા શહેરમાં ના મળે. મને તો બસ આમ આવી પ્રકૃતિની ગોદ ખૂબ જ ગમતી. અંગિરાને લાગ્યું વિશ્વાસની વાતમાં કંઇક દમ તો છે આવી નિરવ શાંતિ અને ચોખ્ખી હવાકદી નથી માણી... સાંજના સાત વાગ્યા અને જાબાલીએ વિશ્વાસને