માથાભારે નાથો - 8

(70)
  • 5.6k
  • 6
  • 2.1k

થોડીવાર પેડલ મારીને, થોડીવાર દોરતાં દોરતાં અને થોડીવાર વારાફરતી ધક્કા મારીને નાથા અને મગને લુનાને એના ઠેકાણે પહોચાડ્યું. પરસેવે રેબઝેબ થઈને મગને ચંદુને લુનાની ચાવી આપતા કહ્યું, "લે ભાઈ, તારું લુના આજ પતી ગ્યું છે, ગેરેજવાળાને કે ભંગારવાળાને જેને આપવું હોય એને આપી દેજે પણ કોઈને હાંકવા નો દે'તો.. મશીનમાં ટીપુંય ઓઇલ નો'તું એટલે ગરમ થઈને ચોંટી ગ્યું ભલામાણસ....!!" "કોઈ વાંધો નહીં દોસ્ત..આમે'ય પડ્યું જ છે..આ તો શું કે કોકને ક્યારેક કામ આવે એટલે રાખું છું..પણ હવે મશીન રીપેર કરાવી નાખશું.." એમ કહીને ચંદુએ ચાવી લીધી. મગન અને નાથો રૂમ પર પહોંચ્યાં ત્યારે જેન્તી એ લોકોની રાહ જોઇને બેઠો હતો.