ભરતભાઈ સાથે વાસુદેવભાઇ અને એમનો પરિવાર એમના ઘરે ગયો. દાદરમાં આવેલા ભરતભાઈના ઘરમાં હાલ એ એકલાજ હતા. એમણે વાસુદેવભાઇ એક રૂમ ફાળવી એમાં આજની રાત રોકાવાનું જણાવ્યુ. જશોદાબેન અને ભરતભાઈ બંનેએ સાથે મળીને રાતના વાળું માટે ફટાફટ ખીચડી- કઢી બનાવી લીધું. જમ્યા પછી પરવારીને ક્રિષ્નાને લઈને જશોદાબેન અંદર સુવા ચાલ્યા ગયા. વાસુદેવભાઇ અને ભરતભાઈ વાતો કરવા બહાર ઓશરી જેવી જગાએ બે ખુરશીઓ ગોઠવીને બેઠા., એને શું થયું છે, સંજોગ અને સહનશકિત મુજબ થોડો બહુ અપરાધી હોય જ છે! કેટલાક એ અપરાધભાવથી અંદર ને અંદર પીડાતા હોયતો કેટલાક નફ્ફટ થઈને એમાં શું એવું તો બધા કરે...કહી પોતાની જ વકીલાત કરતા હોય!