કઈ બાર દિલ ભર આયા હૈ મગર રોયે નહી હમ... તડપતે રહે ઉસ કે પ્યારમે દિલ કી આવાજ રબભી તો સુનતા હોગા.. યા નહી.. **** **** ***** સમિરનુ હ્રદય તડપી ઉઠ્યુ હતુ.આ એજ મીરાં હતી જે એને બેઈન્તહા પ્રેમ કરતી હતી. સાથે જીવવા મરવાના કોલ દિધેલા. અને પછી અચાનક અણધારી મૂકીને મમ્મી પપ્પાએ પસંદ કરેલા યુવકને પરણી ગયેલી.કંઈ કેટલાય મહિનાઓ સુધી સમિર એની યાદો સાથે તડપતો રહ્યો. વારંવાર ઈશ્વરને ફરિયાદ કરતો કે મારી જિંદગીમાંથી મારી ચાહતને કેમ છીનવી લીધી.પ્રેમમાં ત્યાગનો પણ મહિમા છે જ.. પણ એટલાં આગળ વધ્યાં કે જ્યાંથી પાછા ફરવુ એના માટે જિંદગીને દાવ પર લગાવવા જેવુ હતુ.અને એક