કલ્પના મેનેજર પાસે ગઈ અને સતિષની સ્થિતિ જણાવી. મેનેજરે પણ તેને સહકાર આપતા સતિષને બહાર લઇ જવાની રજા આપી. કલ્પનાએ તેની ફ્રેન્ડ સ્વેતાને તેનું કામ સંભાળવા કહ્યું અને તેની સ્કુટીની ચાવી લઇ સીધી પાર્કિંગમાં આવી ગઈ. સતિષ ત્યાં તેની રાહ જોઈ રહ્યો હતો. કલ્પના સતિષને તેની સાથે નજીકના દેવ મંદિર પર લઇ ગઈ. બંને દર્શન કરી ત્યાંના વડલા નીચે બેઠા. બંને થોડીવાર સુધી કંઈ પણ બોલ્યા નહિ. થોડીવાર પછી કલ્પના બોલી, “સતિષ. હવે સારું ફિલ થાય છે? તું હવે ઠીક છેને?” “હા નાવ આઈ ફિલ બેટર. થેન્ક્સ કલ્પના કે તુ મને અહિયાં લઇ આવી.” સતિષે કહ્યું. “તું એકદમ સ્વસ્થ