ચેલેન્જ - 19

(186)
  • 9.6k
  • 14
  • 5.4k

ગુલાબરાય સિવાય એકએક માણસોના ચહેરા ચહેરા પર કુતુહલ મિશ્રિત આશ્ચર્ય છવાયું હતું. ‘પોતાની વીમા પોલીસીમાં મારી બહેન મંજુલાને સ્થાને મને પહેલા નંબરનો વારસદાર બનાવી દે એવી હાથ મેં મારી દીકરી રાજેશ્વરી પાસે લીધી હતી તે વાત તદ્દન સાચી છે.’ છેવટે દીનાનાથે ચુપકીદીનો ભંગ કરતા કહ્યું, ‘પણ મંજુલાના બીમાર પડી ગયા પછી જયારે જાણવા મળ્યું કે હવે દુનિયાની કોઈ જ શક્તિ તેને બચાવી શકે તેમ નથી એ પછી જ મેં રાજેશ્વરીને આ બાબતનું દબાણ કર્યું હતું. હકીકતમાં મંજુલા પોતે પણ જીવતી રહેવા નહોતી માંગતી.