સમુદ્રાન્તિકે - 28

(337)
  • 20.7k
  • 21
  • 5.8k

ગ્રીનબેલ્ટનું કામ શરૂ થઈ ગયું છે. ગાડાંનાં ગાડાં ભરીને રોપાઓ આવે છે, વાવેતર થાય છે. મારું કામ પૂરું થવાની અણી પર છે. રિપોર્ટ પૂરો થઈ ગયો છે. દક્ષિણની થોડી જમીન માપવાની છે તે માપીને છેલ્લો નકશો પણ મુકાઈ જશે. ‘પગી, રવિવારે ગાડું મંગાવજો’ મેં કહ્યું. ‘હું જિલ્લા કચેરીએ જવાનો છું પછી ત્યાંથી રજા પર.’