વિલી ભાવનગરથી સુર્યગઢના રસ્તા પર કાર ચલાવી રહ્યો હતો. તે હવે ખુબજ અકળાઇ ગયો હતો. તેને બે દિવસમાં દસ્તાવેજનું કામ પતાવી પાછું ગાંધીનગર જતું રહેવુ હતું પણ આજે એક અઠવાડીયું થઇ ગયું હતું, છતાં તેનું કામ પત્યું નહોતું. તેનો વકીલ આમતો ખુબ હોશિયાર હતો એટલે તેને ચિંતા નહોતી પણ આ અનાથાશ્રમની જમીનના કાગળમાં જ પ્રોબ્લેમ હતો ઘણા કાગળીયા ખોવાઇ ગયા હતા. તે બધાજ કાગળ જુદી જુદી ઓફિસમાંથી કઢાવવા પડ્યા હતા. એમ એલ એ કૃપાલસિંહની આ વિસ્તારમાં સારી એવી ધાક હતી. તે આજ વિસ્તારમાંથી ચુટાઈ આવેલો હતો તેથી અહીં તેના ઘણા બધા માણસો હતા. કૃપાલસિંહના એક ફોન પર અહીં બધા