"હેલો આદિ, તું ક્યારે ફ્રી થઈ શકીશ? "પેશન્ટ ને તપાસતી વખતે આદિત્ય નો મોબાઈલ વાઇબ્રેટ થયો. જનરલી તે પેશન્ટ ની હાજરી માં મોબાઈલ ને અવોઇડ કરતો. પરંતુ, સ્ક્રીન પર કેયૂર નું નામ જોતા તેણે કોલ રીસિવ કર્યો. એમાંય કેયૂર નો આવો પ્રશ્ન સાંભળી તે થોડો ટેન્શન માં આવી ગયો. "હાય, કેયૂર! વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ! આજે અચાનક મારી યાદ આવી ગઇ! "ક્ષણિક મૌન પછી સામેથી અવાજ સંભળાયો, "ફ્રેંકલી સ્પીકીંગ, આજે કે. કે. ની બહુ યાદ આવે છે. સો આઇ વીશ કે તારી સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરૂં. "કેયૂર ના અવાજમાં રહેલી ભીનાશ થી આદિત્ય પણ પલળી ગયો. તેણે અપોઇનમેન્ટ ચાર્ટ માં નજર