એક દી તો આવશે..! - ૭

(36)
  • 3.7k
  • 5
  • 1.3k

અમુ પણ શેઠ નાં છોકરાઓ સાથે પાછળ નાં ભાગે ખુશ ખુશ થતો ગાડી માં ચડ્યો...પણ .એની આંખો આજે ખુશ નહોતી..એ કયારેય વેલા કે સમુ ને છોડી દૂર ગયો નહોતો..એને તો સમુ ને વેલો જ જગત હતું...એ રડી પડ્યો....હા..જોર થી રડી પડ્યો..ને વાતાવરણ પણ રડમસ થઈ ગયું...સમુ પણ હવે પોતાના હૈયા ને કઠિન કરી શકી નહિ..એ પણ હીબકા લેતી લેતી..એકદમ મોટે આવજે રડી પડી...વેલો મજબૂત થયો..એ જાણતો હતો હું ઢીલો પડીશ...તો અમુ પણ જીદ કરી શહેર નહિ જાય..માટે વેલા એ અમુ નાં માથે હાથ મૂકીને સમજાવ્યો..અને શાંત કર્યો..અને થોડીવાર માં ગાડી શહેર નાં રેલવે સ્ટેશન તરફ ગાયબ થઈ ગઈ..સમુ કેડ માં