શિવાલી ભાગ 14

(50)
  • 4.4k
  • 5
  • 2k

શિવાલી ફરી ભાનમાં આવી જાય છે. હવે તે થોડી સ્વસ્થ છે પણ હજુ અસમંજસ માં છે. તેની સામે ચન્દ્રપ્રભા ની આત્મા ઉભી છે. એ પહેલા પણ ચન્દ્રપ્રભા થી ડરતી હતી. ને સામે એને જોઈ ને એ બોલી પડે છે, રાજકુમારી ચન્દ્રપ્રભા? હા રાજકુમારી ચન્દ્રપ્રભા. તો તને તારો પાછલો જન્મ યાદ છે કનકસુંદરી.હવે શિવાલી ને બધું યાદ આવી ગયું હતું. પણ એ ચન્દ્રપ્રભાને જોઈ ને ડરી ગઈ હતી.તારા લીધે હું અહીં કેદ થઈ ગઈ. તે મારુ બધુજ છીનવી લીધું. મારુ જીવન નર્ક બની ગયું અને હું આ અંધારા ઓરડામાં મૃત્યુ પામી. તારા લીધે સમરસેન મને ના મળી શક્યો. હું તને નહિ છોડું.