મુહૂર્ત (પ્રકરણ 17)

(166)
  • 4.4k
  • 8
  • 2.4k

અમે જેશલમેર જવા માટે ટ્રેન પકડી હતી. જતા પહેલા અમે મેલા કપડા બદલ્યા હતા. વિવેકે અમારા માટે સફેદ જભ્ભા અને સાંકડી મોરીના લેઘા રેડીમેડ જ લાવ્યા. સફેદ કપડામાં વિવેક મારા કરતા વધુ સુંદર દેખાતો હતો. રાજસ્થાનમાં રણમાં જવું પડે એ માટે અમુક બીજી વસ્તુઓનો એક બેક પેક પણ લીધો હતો. શ્લોક અને પ્રિયંકા અમારી સાથે આવવા માંગતા હતા પણ વિવેક અને તેના પપ્પા ઇચ્છતા હતા કે અમે બે જ જઈએ. આમ પણ અડધું જોખમ ઓછું થઇ ગયું હતું, અમે નંબર ત્રણને બચાવીને ડેથ સાયકલ તોડી નાખી હતી. હવે એ લોકો નંબર ચારને અત્યારે મારી શકે એમ ન હતા કેમકે તેઓ