વારસ

(42)
  • 3.1k
  • 2
  • 1.2k

“મેઘા, જો તો મારી દીકરી કેટલી સરસ લાગે છે ટ્રોફી લેતાં ! ” સાકેત હાથમાં મેગેઝીન લઈ રસોડામાં મેઘના પાસે આવ્યો. મેઘના ના ચહેરા પર પણ ખુશી આવી ગઈ તે દુપટ્ટાથી હાથ લૂછતી લૂછતી સાકેત પાસે આવી. ખરેખર ! માહી ખૂબ સુન્દર દેખાતી હતી..“જોયું ? તને બહુ દુઃખ હતું ને દીકરી આવ્યાનું. જો તારી દીકરી કેવું નામ કરી રહી છે.. રાઈફલ શુટીંગ.. ઘોડેસવારી.. ને એવા પુરુષોનો અધિકાર વાળા ક્ષેત્રોમાં તે ટ્રોફીઓ લાવે છે.. ને તને દીકરો જોઇતો હતો.. મને ગર્વ છે મારી દીકરી પર.” અભિમાન તો મેઘનાને પણ હતું પોતાની દીકરી માહી પર. પણ એ જાણતી હતી કે દીકરાની રીતે