સમજણનુ અજવાળું

  • 2k
  • 4
  • 675

" સમજણનુ અજવાળું "લેખન : શૈલેષ પંચાલ. અમદાવાદ ના રિવરફ્રન્ટ ઉપર ઢળતી સંધ્યાએ હું બેઠો બેઠો નદીના પ્રવાહ ને નિહાળતો હતો.આમ તો સાબરમતી ના કિનારે બેસવાથી જે શાતા અનુભવાય છે એ દુનિયામાં બીજે કયાય નથી.આથમતા સુરજની લાલિમા પાણી ઉપર પથરાયેલ હતી.આપણું જીવન પણ પાણી ના વહેતાં પ્રવાહ જેવું જ છે ને..! એમાં ઘણુંબધું વહી જાય છે. વારંવાર તરંગો ઉઠે છે. શમે છે અને નિત્ય નૂતન પ્રાપ્ત થતું રહે છે.આવાં વિચારો મા હું મગ્ન હતો એવામાં મારી નજર મારાથી સ્હેજ છેટે બેઠેલી એક સુંદર યુવતી ઉપર પડી.એણે કેસરી કલરનો ડ્રેસ પહેર્યો હતો.ગોળ, રુપાળો ચહેરો... કથ્થઈ કલરની આખો...એનાં