તમારી લાગણી, તમારા વિચારો અને તમારી માન્યતા માં તમારું જ સમર્થન નથી અથવા પુષ્કળ મુંઝવણ છે એવો આક્ષેપ હું અહીં થી કરું તો એ વાંચી ને તમને મારી વાત હાસ્યાસ્પદ લાગે, પરંતુ આપણા રોજિંદા જીવન માં થોડી નજર કરીએ તો મારા આક્ષેપ માં તમે સંમત થશો જ..!! જેમ કે તમારી વસ્તુઓ જે તમે વસાવો છો કે સંગ્રહ કરો છો તે કોઈ તમારી જરૂરીયાત માટે હોય કે ભવિષ્ય ના પ્રયોજન અથવા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હોય, આ સિવાય કોઈ પણ વસ્તુ વસાવવાનો બીજો કોઈ ધ્યેય હોય શકે જ નહિ. પરંતું આપણી પાસે એવી અઢળક વસ્તુ ઓ છે જે ઉપરોક્ત કોઈ ધ્યેય સાથે સંકળાયેલ