મારી કવિતા...એક કથા (2)

(15)
  • 3.6k
  • 3
  • 980

ફિલ્મ સિટી, ડ્રિમ સિટી, મહાનગરી મુંબઈ, સવાર નો સમય હતો, મસ્ત મજાના પહોળા રસ્તાઓ પણ જાણે સાંકડા લાગતા હતા, જીવન જાણે દોડી રહ્યું હતું, કોય કોઈ ની રાહ જોવા નવરૂં જ નથી, બધા જાણે સમય ને પકડવા દોડી રહ્યા છે, કોઈ બસ પાછળ, કોઈ ટ્રેન પાછળ તો કોઇ ઓટો પાછળ. અને હું કાર માં બેસી આ બધું જોઈ રહ્યો છું.  પણ, મારા મન માં તો કવિતા ચાલતી હતી! એટલેકે કવિતા ના જ વિચારો!! ખબર નહી કેમ પણ એની છબી મારા મગજથી ઉતારવાનું નામ જ નહોતી લેતી. એનો શાંત અને સૌમ્ય ભાવ વાળો ચહેરો, તેના ગાલ પર નો એ આકર્ષક તલ,