ધરતીનું ઋણ - 4 - 2

(36)
  • 3.2k
  • 7
  • 1.4k

બે-ત્રણ મિનટ બાદ તે સફેદ વેશધારી સ્ત્રી ફરીથી કમરાની અંદર ચાલી ગઇ. ગળામાં થૂંક ઉતારી અનવર હુસેન એક લાંબો શ્વાસ લીધો. હાશ...બચ્યા હવે અહીંથી ભાગી જ જાઉં. તેના મનમાં વિચાર આવ્યો અને તે ચૂપાચૂપ બેઠા બેઠા જ પગથિયા ઊતરવા લાગ્યો. બંગલાની બાઉન્ડરી કૂદીને બહાર જવા તેણે પગ ઉપાડ્યો અને એકાએક તેને આવેલા વિચારથી ચમકી ગયો. બાઉન્ડરી કૂદવા ઊચો કરેલો પગ તેણે જમીન પર પાછો મૂકી દીધો.