ફરેબી - ૧ - અજનબી

(42)
  • 4.2k
  • 6
  • 1.8k

સવારે સાડા સાત નું અલાર્મ વાગ્યુ. સંજના એ અલાર્મ બંધ કર્યું . હજુ ઊંઘવા ની તો ઘણી ઈચ્છા હતી, પરંતુ લેક્ચર ચૂકાય એવું નહોતું અને તેથી ઊઠી ને ફટાફટ તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળતી જ હતી કે એની મમ્મી એ કહ્યું , " નાસ્તો કરી ને જા ! તૈયાર જ છે. " " ના !! મમ્મી !! સાડા નવ ની બસ પકડવાની છે. મોડું થઈ જાશે !!! " કહી બસ પકડવા ભાગી ને સ્ટોપ પર પહોંચી. સ્ટોપ પર પ્રિયા એની રાહ જ જોતી હતી. એટલા માં સંજના ને યાદ આવ્યું કે એનું રિચાર્જ ખતમ થઈ ગયું છે.