લાઇમ લાઇટ - ૨૯

(214)
  • 5.2k
  • 9
  • 3.4k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૨૯પીઆર તરીકે કામ કરતા સાગર માટે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના લફરાં કે સ્ખલનની વાતો સામાન્ય હતી. તે નાના-મોટા અનેક કલાકારોની ફિલ્મોના પ્રચારનું કામ કરી ચૂક્યો હતો. રાજકારણીઓ અને ક્રિકેટરો પણ તેની મદદ લેતા હતા. ક્રિકેટરો કોઇ નવી હીરોઇન સાથે પોતાના અફેરની ચર્ચા ચાલુ કરવાનું કામ સાગરને સોંપતા હતા. બીજી તરફ નવી હીરોઇન બનેલી છોકરી કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેવા મોકો શોધતી જ રહેતી હોય ત્યારે ક્રિકેટર સાથેના લફરાની વાત તેની ફિલ્મને ફાયદો કરાવી આપતી હતી. એટલે એ તૈયાર થતી જતી. ઘણી વખત માત્ર પ્રચાર માટે અપનાવેલો આ તુક્કો સાચો પડી જતો હતો. બે ક્રિકેટરોએ તો ખોટા અફેરના