આગળ જોયું કે મહાદેવએ અઘોરીને જે વરદાન આપ્યું તેનાં વિશે ઓમ વાતચીત થઈ અને ઓમને પોતાની વાસ્તવિકતાની જાણ થઈ. યક્ષીણી અઘોરીનાં આહવાન પર તેની પાસે ગઈ. ઓમ એ આંખો બંધ કરી યક્ષીણીને જોઈ અને તે પણ અદશ્ય થઈ ગયો. "ઓમ અઘોરીને મારી શકશે...ગુરુમાં?" રઘુવીર એ પુછયું. "હા, ઓમનું વાસ્તવિક રૂપ એટલું પ્રચંડ છે કે આજ સુધી તેમની સામે કોઈ જીતી શકયું નથી." ગુરુમાં એ કહ્યું. બીજી બાજુ ઓમ એક તુટેલા કિલ્લામાં પહોંચે છે. ત્યાં મંત્રોચ્ચારનો અવાજ આવતો હતો.ઓમ તે અવાજ જ્યાંથી આવતો હતો તે તરફ ગયો. અઘોરી યજ્ઞવેદી સામે બેઠેલો હતો અને મંત્રોનાં જાપ કરતો હતો. ઓમ એ બીજી તરફ