શિર્ષક વાંચીને કોઈ ટીખળ પણ કરી શકે છે કે યાદશક્તિ વધારનારા ટોનિક પીને ! અમારૂં અંગત મંતવ્ય એવું છે કે આવા ટોનિકોથી યાદ શક્તિ વધતી હશે કે નહીં એ તો સંશાધનનો વિષય છે પણ માત્ર એનાથી માનસિક સંતોષ જરૂર થતો હશે. માર્કેટીંગનો યુગ છે. લોકો મીઠા શરબતને શક્તિ વર્ધક કે સ્મરણશક્તિ વધારનાર ટોનિક તરીકે વેચે તો એ પણ વેચાઈ જાય છે. આશ્ચર્ય તો એ છે કે લોકો ખરીદે પણ છે !. આ બધી ભાંજગડમાં આપણે ના પડીએ. મનોવિજ્ઞાનીઓએ બતાવેલી કેટલીક સાદી રીતો છે જેના થકી યાદશક્તિ માં જરૂર સુધારો થઈ શકે છે. જીવનમાં સફળતા મેળવવા માટે યાદશક્તિ સારી હોવી આવશ્યક