સંગ રહે સાજન નો -1

(92)
  • 5.6k
  • 12
  • 3.1k

ગુલાબી સવાર ને, સુરજના સોનેરી કિરણો, એક અજબ પ્રકારની અનુભવાતી લાગણી, આજે પ્રેમલતા રવિવાર હોવાથી થોડું શાંતિથી ઉઠે છે. અને ઉઠીને અરીસા સામે જોઈ રહી છે.વિચારે છે જોતજોતામાં કેટલા વર્ષો ના વહાણા વીતી ગયા અમારા બાળકો પણ આટલા મોટા થઈ ગયા. એકબીજાનો સાથ, અપાર પ્રેમ, મીઠા ઝગડા, મનામણાનો એ રૂડો સીલસીલો બધું જોતજોતામાં અમારી ઉમરની સાથે વધુ   રોચક થઈ ગયું છે.એકબીજા ની તો જાણે આદત પડી ગઈ છે. ઉઠીને જ્યારે તે આ મીઠા સમણાઓ જોઈ રહી છે ત્યાં તો વહેલી સવારે ડોરબેલ વાગે છે. શેઠાણી વિચારે છે અત્યારમાં કોણ હશે વહેલા વહેલા ?? ત્યાં જ તેમની ઘરે કામ કરતાં બહેન