પારદર્શી-8 અદ્રશ્ય રહીને સમ્યકે કરેલા કાર્યો ખુબ સારા હતા.ઘણાં નાના મોટા ગુનાઓ થતા પહેલા જ એણે રોકયા.અને કોઇપણ જાતની પ્રસિદ્ધી વિના પણ એ કામ કર્યે જતો હતો.દુનિયાની નજરમાં આ બધા કાર્યોં કયાં તો ભુતપ્રેત કયાં તો ઇશ્વરીય શકિતઓ દ્વારા થતા જણાતા.સમ્યક જે જે ઘટનાઓનો હિસ્સો બનતો એ કિસ્સાઓને બીજા દિવસે સમાચારમાં કોઇ અલગ જ કારણ સાથે પ્રસિદ્ધ કરાતા.અને એ બરાબર જ હતું કારણકે કોઇ અદ્રશ્યની વ્યાખ્યા તો શું કરે? જે જોઇ નથી શકાતુ એનું વર્ણન માનવ મગજમાં નથી જ ઉતરતું.પણ સમ્યકનાં પરોપકારી સ્વભાવ મુજબ આ ઘટનાઓની ખોટી વ્યાખ્યાઓ એને કોઇ અસર કરતી ન હતી. ‘બીત